Pre-loader

સંપૂર્ણ પથારીવશ અને કોમાના દર્દીઓની સારવાર માટે ગુજરાતમાં સૌપ્રથમ સુવિધા-સમૃદ્વ ટર્મિનલ કેર હોસ્પિટલ

બીમારી અભિશાપ છે,સારવાર આશીર્વાદ છે.

બીમારીને અટકાવવાનું ભલે તમારા હાથમાં ન હોય,
સારવારની મોંઘવારી અટકાવવાનું તમારા હાથમાં છે !

મિશન


બીમાર વ્યક્તિઓને આશીર્વાદ બની રહે
એવી ઉત્કૃષ્ટ સારવાર આપીને,
એમના આશીર્વાદ પામવાની ભાવના સાથે
અમદાવાદ માં શરુ કરાયેલી અદ્યતન ટર્મિનલ કેર હોસ્પિટલ.

ગુરુપ્રેમ ટર્મિનલ કેર હોસ્પિટલમાં અલ્ટ્રાલેટેસ્ટ ઉપલબ્ધ સુવિધાઓ

સેન્ટ્રલાઇઝ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ

સેન્ટ્રલાઇઝ ઓક્સિજન અને સક્શન સિસ્ટમ

24 કલાક મેડિકલ ઓફિસર

24 કલાક નર્સિંગ કેર અને સપોર્ટીવ સ્ટાફ

24 કલાક ઈન હાઉસ ફૂડ સર્વિસ

ઈન હાઉસ ફાર્મસી

ફિઝિયોથેરાપી

ડાયેટિશિયન

24 કલાક પેશન્ટ લાઈવ કનેક્ટિવિટી

ટર્મિનલ કેર એટલે શું ?

ટર્મિનલ કેર એટલે દર્દીની લાંબા સમયની આવશ્યક સારવાર. આપણે જાણીએ છીએ કે કેટલીક બીમારીઓ દર્દીને પૂર્ણરૂપે પરાવલંબી અને પથારીવશ બનાવી મૂકે છે. ક્યારેક તો તે કોમામાં ચાલ્યો જાય છે. બ્રેન-ડેડ, મગજની બીમારી, સ્પાઇનની સમસ્યા, હૃદયની બીમારી, ફેફસાંની બીમારી ઉપરાંત નિદાન જ ન થઈ શકે તેવી કેટલીક ગંભીર બીમારીઓમાં દર્દીને એક મહિનાથી લઈને એક વર્ષ સુધી કે તેથી પણ વધુ સમય સુધી સારવાર લેવી પડે છે. આવી સારવારને 'ટર્મિનલ કેર' કહેવામાં આવે છે.

સામાન્ય રીતે એમ સ્વીકારી લેવામાં આવે છે કે લાંબા સમયની આવી અસાધ્ય બીમારીનું અંતિમ રિઝલ્ટ દર્દીનું મૃત્યુ જ હોય છે, પરંતુ હંમેશા એવુ બનતું નથી. દર્દીને યોગ્ય સારવાર મળે તો એ સાજો થઈ પણ શકે છે. મોટે ભાગે લાંબી બીમારીના આવા દર્દીને કોઈ જાણીતી હોસ્પિટલના આઇ.સી.યુ.માં રાખવામાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં ક્યારેક એવા દર્દીઓની ભીડને કારણે તો કોઈ વખત દર્દીનાં સ્વજનોની હાલતનો વિચાર કરીને ડૉક્ટર એવા દર્દીને ઘેર લઈ જવાની સલાહ આપે છે. ક્યારેક દર્દીનાં સગા-સ્વજનો પોતાની આર્થિક તકલીફને કારણે લાચાર બનીને, સામે ચાલીને દર્દીને ઘરે લઈ જવાની માગણી કરે છે. છતા એવા દર્દીની સારવાર તો આવશ્યક હોય જ છે. એટલે છેવટે, ઘરમાં જ લગભગ હોસ્પિટલ જેવી પ્રાથમિક સુવિધાઓ ગોઠવવી પડે છે. જેમકે દર્દી માટેનો પલંગ, વિવિધ નર્સિંગ કેર માટે તેમજ દર્દીનું ધ્યાન રાખવા માટે યોગ્ય સ્ટાફ, વિવિધ મશીનો જેમકે ઓક્સિજન સક્શન, નેબ્યુલાઈઝર, બીપી-ડાયાબિટીસની તપાસ, ગ્લુકોઝ અથવા બ્લડના બાટલા ચઢાવવા માટેનાં સ્ટેન્ડ વગેરે.

લાંબા સમયની અસાધ્ય બીમારીનો શિકાર બનેલા દર્દીઓ લગભગ બેભાન/અર્ધબેભાન અવસ્થામાં કે કોમામાં હોય છે. તેઓ પોતાની જરૂરતો જણાવી શકતા નથી અને જાતે પૂરી કરી શકતા નથી. તેમને સમયસર તથા ડૉક્ટરની સૂચના મુજબ આહાર-પાણી આપવા, દર્દીને મળ-મૂત્ર જેવી કુદરતી હાજતો કરાવવી અને તેની સાફ-સફાઈ કરવી, તેમનાં ઝાડા-ઊલટી, ગળફા વગેરેનો તરત જ નિકાલ કરવો, એમને નવડાવવા કે તેમના શરીરે સ્પંજ કરવું, તેમને દરરોજ બ્રશ કરાવવો, તેમને કપડા બદલાવવા, તેમના વાળ ઓળવવા, તેમના હાથ-પગની આંગળીના નખ કાપવા, સમયસર દવાઓ આપવી, તેમના પલંગની ગાદી-ચાદર બદલવી, દર્દીના રૂમની કચરા-પોતા દ્વારા સફાઈ કરવી વગેરે બાબતોની ચીવટ રાખવી અનિવાર્ય હોય છે. વળી, આ બધી પ્રવૃત્તિઓ કાંઈ એકાદ-બે દિવસ પૂરતી નથી હોતી, લાંબા સમયની હોય છે. તેથી પરિવારના સ્વજનો પણ થાકી જાય છે અને ક્યારેક હિમ્મત હારી બેસે છે.

દર્દી માટે સ્વજનોની ગમે તેટલી ઉત્તમ અને લાગણીસભર સેવાભાવના હોય તોપણ ક્યારેક ઘરની સંકડાશ તો ક્યારેક આર્થિક સંકડાશ એમાં અવરોધ બને છે. આજના માણસ પાસે સમયની સંકડાશ પણ છે જ ! વળી દર્દીને ઘરે રાખવામાં આવે એટલે એની ખબર પૂછવા આવનારા લોકોનો ધસારો પણ દર્દી માટે અને પરિવારજનો માટે અડચણરૂપ બને. એવી વિકટ પરિસ્થિતિમાં દર્દીની સારવાર રઝળી ન પડે કે દર્દીને વધારાની અણધારી નવી તકલીફો આવી ન પડે એ હેતુથી એને ટર્મિનલ કેર માટે વ્યાજબી દરના કોઈ સુવિધાપૂર્ણ સ્થળે રાખવાનું હિતાવહ અને અનિવાર્ય બની જાય છે.

દર્દી અને દરિદ્રની સેવા એ સાચુ તપ છે, એવી પ્રેરણા આપતા ગુરુવર,પ. પૂ. તપાગચ્છાધિપતી આ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ તથા વર્ષોના અનુભવી ડૉ. સતીષભાઈ ચિખલકર સાહેબના માર્ગદર્શનથી અમે અત્યંત આધુનિક વ્યવસ્થાઓ સાથે ટર્મિનલ કેરની વ્યવસ્થા શરૂ કરી. દર્દીને હોસ્પિટલના ચિંતા, તનાવ અને દહેશતભર્યા માહોલથી મુક્ત કરીને ઘર જેવા વિશ્વસનીય વાતાવરણ અને તાજગીસભર નૈસર્ગિક હવા-ઉજાસની સાથેસાથે શુદ્ધ સાત્વિક આહાર-પાણીની સુવિધાઓ પૂરી પાડવાના ભાવનાત્મક ઉદ્દેશથી ગુરુપ્રેમ ટર્મિનલ કેર હોસ્પિટલ સક્રિય છે. અહીં દર્દીઓ અને એમના સ્વજનો માટે 'આફતમાં રાહત' જેવી સેવાઓ તદ્દન વ્યાજબી દરથી ઉપલબ્ધ છે.

Download Our Brochure