Pre-loader

About Guruprem

બીમારીને અટકાવવાનું ભલે ને તમારા હાથમાં ન હોય, સારવારની મોંઘવારી અટકાવવાનું તમારા હાથમાં છે !

તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબી બીમારીનો શિકાર બની હોય, એને સતત નિયમિત સારવારની આવશ્યકતા હોય અને તમે એ બીમાર સ્વજનને શ્રેષ્ઠ સારવાર આપવા ઇચ્છતા હો છતાં તમે ક્યારેક મૂંઝાઈ જાવ છો. કેમ ? કારણ કે...


જો તમારી સામે આવું કોઈ વિકટ સંકટ હોય તો તમે અમારો સંપર્ક કરીને તદ્દન હળવાશ અનુભવી શકો છો...! કારણકે અમે તદ્દન વ્યાજબી દરે લાંબી બીમારીના પેશન્ટ માટે અદ્યતન સુવિધાઓ સહિતનું ટર્મિનલ કેર યુનિટ ચલાવીએ છીએ...


ટર્મિનલ કેર એટલે લાંબી બીમારીની લાંબા સમયની સારવાર. સંપૂર્ણ પથારીવશ અને કોમાના દર્દીઓની સારવાર માટે ગુજરાતમાં સૌપ્રથમ સુવિધા-સમૃદ્ધ ટર્મિનલ કેર હોસ્પિટલ


આ અલ્ટ્રાલેટેસ્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ :

  • સેન્ટ્રલાઇઝ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ
  • સેન્ટ્રલાઇઝ ઓક્સિજન અને સક્શન સિસ્ટમ
  • 24 કલાક મેડીકલ ઓફિસર
  • 24 કલાક નર્સિંગ કેર
  • 24 કલાક ઇન હાઉસ ફૂડ-સર્વિસ
  • ઇન હાઉસ ફાર્મસી
  • ફિઝિયોથેરાપી
  • ડાયેટિશિયન
  • 24 કલાક પેશન્ટ લાઈવ કનેક્ટિવિટી
  • સેન્ટ્રલી એરકન્ડીશન્ડ

પેશન્ટને લાંબા સમય સુધી મોંઘી હોસ્પિટલમાં રાખવાનું પરવડે એમ ન હોય અને ઘરમાં રાખીને સારવાર કરવાનું પણ શક્ય ન હોય, ત્યારે તમારો સાથ નિભાવવા તૈયાર છીએ...


પેશન્ટના ડોક્ટરની સૂચનાઓ અને ભલામણ અનુસાર વ્યાજબી દરની સંપૂર્ણ સારવાર-સુવિધાઓની ખાતરી !